Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જામનગરના 'અકિલા'ના ફોટોગ્રાફર કિંજલ કારસરીયાનો કાલે જન્મદિન

જામનગર,તા.૩૦: જામનગરના અકિલાના જાણીતા ફોટોજર્નાલિસ્ટ અને સંસ્થાઓ સાથે જોડાયેલા કિંજલ કારસરીયાનો ૧મેના જન્મદિવસ છે.

જામનગરમાં તા.૧-૫-૧૯૮૭માં જન્મેલા કિંજલ કે. કારસરીયા ટીવી રીપોર્ટર પણ છે. ખુબ જ મળતાવડા સ્વભાવના વાળા કિંજલ કારસરીયા ટેકનોલોજી ક્ષેત્રે પણ સારું જ્ઞાન ધરાવે છે. જામનગરના જાણીતા ફોટોજર્નાલિસ્ટ કિંજલ કારસરીયા છેલ્લા ધાણા વર્ષોથી પ્રિન્ટ,ઇલેકટ્રોનિક અને ડીઝીટલ સોશ્યલ મીડિયા સાથે કાર્યરત છે. કિંજલ કારસરીયા અકિલા દૈનિકના જામનગરના ફોટો જર્નાલિસ્ટ છે. સાથે સાથે ઇટીવી અને હાલમાં News૧૮ નેટવર્કમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ જામનગરમાં જીટીપીએલ અંજલિ કેબલમાં જામનગર એટ નાઈન ન્યૂઝમાં ઓનલાઈન ન્યૂઝ એડિટર તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત જી.એસ.ટીવી સહિત પ્રાદેશિક અને અન્ય નેશનલ ઇલેકટ્રોનિક મિડિયામાં પણ ફરજ બજાવી ચુકયા છે. કિંજલ કારસરીયા જામનગર પત્રકાર મંડળના બે ટર્મથી કારોબારી સભ્ય પણ છે. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના પ્રેસ-મીડિયા સંયોજક તરીકે પણ કાર્યરત છે. મહાદેવ હર મિત્ર મંડળ-હિન્દુ ઉત્સવ સમિતિમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચુકયા છે. કિંજલ કારસરીયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા નાની વયે પત્રકારત્વ ક્ષેત્રે એડિટર તરીકેની કામગીરીને પણ રેકોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત પટેલ યુવા ગ્રુપ-ગુજરાતના કન્વીનર, સમસ્ત પાટીદાર સમાજના સરદારધામની વિશ્વ પાટીદાર મિડિયા કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર પણ છે. કિંજલ કારસરીયા છેલ્લા બે ટર્મથી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય છે. તથા તેઓ પ્રણામી ધર્મ સાથે અંતરનો નાતો ધરાવે છે. તેમજ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

તેમના ૩૫માં જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા મોબાઇલ ૯૯૯૮૮ ૭૭૦૮૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:40 am IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • મહારાષ્ટ્રમાં મોડી સાંજ સુધીમાં ૫૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા મુંબઈમાં પણ થોડા કેસ વધ્યા છે મોડી સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૭૬૪૦ નવા કોરોના કેસ નોંધાયા છે, તો મુંબઈમાં ૩૮૭૯ નવા કેસ થયા ૩૬૮૬ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૭ મૃત્યુ નોંધાયા છે: જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭૦૦૬ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા અને ૯૨૦ મૃત્યુ નોંધાયા છે access_time 9:33 pm IST

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST