Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પ્રદેશ યુવા ભાજપ કન્વીનર જય શાહનો જન્મદિવસ

રાજકોટ : ફકત ૯ વર્ષની ઉંમરથી જ સંઘ સાથે જોડાયેલા, વિદ્યાર્થી કાળથી જ ચોટીલા વિદ્યાર્થી સેનાના પ્રમુખ તરીકે ની જવાબદારી, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાથી કામ શરૂ કરી યુવા મોરચાના પ્રદેશ કન્વીનર સુધીની સફર કરનાર યુવા નેતા જય શાહનો આજે જન્મ દિવસ છે. ચોટીલાના લોક પ્રિય યુવા નેતા અને તેઓ અનેક સામાજીક અને સેવાકીય પ્રવૃતીઓ સાથે જ સૌરાષ્ટ્ર યુનિ.માં કલ્ચરલ બોર્ડ મેમ્બર તરીકે પણ તેઓ કાર્યરત છે. (મો. ૯૪૨૭૬ ૬૭૬૩૯)

(11:37 am IST)