Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ટાઇટલ કલીયર કારકીર્દિવાળા એડવોકેટ માધવ દવેનો બર્થ ડે

રાજકોટ  :  વરિષ્ઠ એડવોકેટ ઉચ્ચ શૈક્ષણિક (LL.M.,M.J.M.C.,M.B.A.,Ph.D) ડિગ્રીઓ ધરાવતા ડો. માધવ દવેનો આજે જન્મ દિન છે. શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબદ્ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના હ્યુમન રાઇટ્સ સેલ પ્રદેશ કન્વીનર તેમજ રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં.૧૦ના પ્રભારી, રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ  યોગદાન આપી રહ્યા છે.

એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન અસિમતા ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ સાથે સંકળાયેલા છે. રાજકોટ નાગરીક સહકારી બૈંકમાં જંકશન રોડ બ્રાન્ચ, શાખા વિકાસ સમિતીના કન્વીનર, પોલીસ સલાહકાર સમિતીના સભ્ય, પંચનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટના કાર્યકર્તા, પ્રાણી અત્યાચાર નિવારણ સસ્મિતાના ટ્રસ્ટી, રાજકોટ બ્રહ્મસમાજના કારોબારી સદ્સ્ય, તેમજ ભાજપ લીગલ સેલ, ભાજપ ચુંટણી સેલમાં કાર્ય કરી રહેલા ડો માધવ દવેને જન્મદિવસ નિમિતે ભાજપના આગેવાનો તથા મિત્રોની શુભેચ્છા મો. ૯૮૨૫૩ ૫૫૮૦૭ ઉપર મળી રહી છે.

(11:34 am IST)