Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રાજકોટ શહેર કોંગીના મહામંત્રી અલીઅસગર શાકીરનો જન્મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસના મહામંત્રી, દાઉદી વ્હોરા સમાજના અગ્રણી તથા અંજુમને હાતીમી કમિટી સંચાલિત પી.આર.ઓ. એન્ડ ટી.એન.સી.કમિટીના બોર્ડ મેમ્બર શ્રી અલીઅસગર હાતીમભાઇ શાકીરનો આજે જન્મ દિવસ છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષોથી દર્દીનીે લોહીની વ્યવસ્થા કરી આપવામાં કાર્યરત છે, તથા તેઓ યંગ એડવેન્ચર્સ ગ્રૃપનાં પ્રેસીડેન્ટ તરીકે પણ સેવા આપે છે. તેમના જન્મ દિન નિમિત્તે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના પદાધિકારીઓ તથા વોરા સમાજના આવેવાનો, પ્રતિનિધીઓ અને મિત્ર વર્તુળ તથા તેમની સમગ્ર  ટીમે અભિનંદન સાથે સેવાકીય, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં આગળ વધવા શુભેચ્છા આપી હતી. મો.નં.૯૩૨૭૮ ૬૫૨૦૦ રાજકોટ

(11:24 am IST)
  • અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, નાટોની ન્યુઝ કોન્ફરન્સ રદ કરી વોશિંગ્ટન જવા રવાના : બ્રિટન કેનેડા ફ્રાન્સ અને નેધરલેન્ડના નેતાઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની મજાક કરવામાં આવતા તેઓ નારાજ થયા હતા.:નાટો મીટિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારોના લાંબા લાંબા પ્રશ્નોના જવાબ આપવામાં વ્યસ્ત રહેતા તેની ભારે મજાક ઉડાડવામાં આવી હતી. access_time 1:03 am IST

  • પેપર કૌભાંડ મામલે કોંગ્રેસ ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરશે : બિનસચિવાલયની પરીક્ષામાં પેપર કૌભાંડના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છે કે પેપર કૌભાંડના મામલે કોંગ્રેસ દ્વારા ૯ ડિસેમ્બરે વિધાનસભા તરફ કૂચ કરવામાં આવશે : તેઓએ જણાવેલ કે અત્યાર સુધીમાં ૧૧ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે : વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો છે : પેપર કાંડમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ ભરતીની પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવામાં આવે તેમ તેઓએ જણાવ્યુ હતું. access_time 4:17 pm IST

  • પંજાબ નેશનલ બેંકના કૌભાંડી નીરવ મોદીને ભારતને સોંપી આપવા અંગેની ટ્રાયલ લન્ડનમાં આવતા વર્ષના મે મહિનામાં શરૂ થશે. access_time 9:05 pm IST