Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

યારો-કા-યાર ઉદય કાનગડનો હેપ્પી બર્થડે

રાત્રે ૧ર વાગ્યે સ્ટે. ચેરમેનનાં જન્મદિનની સંગીતની સુરાવલી સાથે ઉજવણી

રાજકોટઃ મિલન સાર સ્વભાવનાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડનો આજે જન્મદિવસ છે. ગઇ રાત્રે વિરાણી હાઇસ્કુલમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા આયોજીત સુરીલી સફર સંગીત સંધ્યા કાર્યક્રમમાં રાત્રે ૧ર વાગ્યે ચાલુ કાર્યક્રમે તેઓના જન્મદિવસની જાહેરાત કરાઇ અને તેઓને સ્ટેજ ઉપર બોલાવી કલાકારોએ તથા ઉપસ્થિત હજારો શ્રોતાઓએ તેઓને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી.

મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડીગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૪ના ભાજપના કોર્પોરેટર ઉદય કાનગડનો આજે તા.૨પ જાન્યુઆરીના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૬માં વર્ષમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બાળપણ શહેરના ગામતળ હાથીખાના  વિસ્તારમાં વીત્યું છે. સમાજ માટે કંઈક કરી છૂટવાના આશયથી, ભારતીય જનતા પક્ષમાં જોડાયા અને યુવા ભાજપના વોર્ડ પ્રમુખ બન્યા. તેમણે કરેલા કાર્યોની કદરના પરિણામે તેઓ શહેર યુવા ભાજપના પ્રમુખ થયા. ૧૯૯૫માં પ્રથમ વખત  મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા, ત્યારથી સતત કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. ૧૯૯૭માં ફકત ૨૫ વર્ષની ઉંમરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નિયુકત થઇ, સૌથી યુવાવયે મેયર થવાનો કીર્તિમાન સ્થાપ્યો. બાદમાં, ૨૦૦૬-૦૭માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ૨૦૧૪-૧૫માં ડેપ્યુટી મેયર અને ફરી જુન ૨૦૧૮માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુકત થયેલ છે. તેઓ મહાનગરપાલિકામાં કોઇપણ પદ સંભાળ્યું ત્યારે લોકસેવા અને શહેરનો વિકાસ કરવો એ જ મુખ્ય ઉદ્દેશ સાથે સ્પષ્ટ અને નિડર વકતા તરીકે કામ કરતા રહ્યા છે. આજે તેમના જન્મદિવસે પરિવારજનો, મિત્રો શુભેચ્છકોએ શુભેચ્છા વર્ષા (મો.૯૯૦૯૯ ૯૨૪૦૪) વરસી રહી છે.

(12:51 pm IST)