Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજના શુભ દિવસે - 835

રૂપથી તને વશ કરૃં નહી, પ્રેમથી કરૃં વશ હાથથી તારા દ્વાર ન ખોલું ગીતથી ખોલું બસ !  -રવિન્દ્રનાથ ટાગોર

(11:23 am IST)
  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST