Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મહિલા કોલેજ સામે હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં નિવૃત પ્રોફેસરના ફલેટમાં આગથી બે રૂમમાં ભારે નુકસાન

ખીરસરા રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેધરાજા ની મહેર યથાવત છે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. (વિડિયો : ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ આજે સાંજના ૪ વાગ્યા થી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડધરી માં તુટી પડયો છે. (વિડિયો : મનમોહનભાઈ બગડાઇ પડધરી)

જામનગર જીલ્લાના જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ હતી, જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદના કારણે યાર્ડમાં 400 ગુણી ઉપર મગફળી તણાઈ ગઈ હતી, જામજોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હોવા છતાં તકેદારી ન રખાતા મગફળીની જણસીને ભારે નુકસાન થયું છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક ભરાયા પાણી, વાહનચાલકો થયા પરેશાન, ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા, બાળકો વરસાદની મજા માણતા જોવા મળ્યા.