Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2024

ૐ ક્રીં કાલીકાયૈ નમઃ

ચૈત્ર નવરાત્રીએ દૈવી વંદનાઃ ચૂંટણીમાં મહિષાસુર વધની પ્રાર્થના....

ાા ૐ ઐં હ્રીં કલીં ચામુંડાય વિચ્‍ચે ાા

આજથી ચૈત્ર માસની  નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ નવરાત્રી સાધના માટે શ્રેષ્‍ઠ ગણાય છે. દૈવીશકિતના સાધકો માટે અમુલ્‍ય અવસર સમાન છે. મહાશકિતને શબ્‍દિક વંદના કરીને આગળ વધીએ.

ભારતીય પરંપરા પ્રમાણે અગણિત દૃષ્‍ટિકોણથી અસંખ્‍ય પ્રકારની સાધના પધ્‍ધતિઓથી સાધના-ભકિત થાય છે. દૈવીશકિતને પ્રસન્‍ન કરવાના માર્ગોનો પાર નથી. આ માર્ગો અનુસાર વિવિધ સંપ્રદાયો અસ્‍તિત્‍વમાં આવ્‍યા છે. જેમને જે પધ્‍ધતિ અનુકુળ હોય અને જે પસંદ હોય તે એ સંપ્રદાયમાં જઇને સાધના-ભકિત કરી શકે છે.

આપણે સંપ્રદાયોને સ્‍પર્ધા અને વિવાદના ભરડામાં નાખી દીધા છે. સનાતનનો પ્રચાર ખૂબ થાય છે, પણ સનાતનની તાકાત-સમજ-વિશેષતા અને ગહનતા ઉજાગર કરવાનો વ્‍યાપક પ્રયાસ થતો નથી.

શિવ વગર શકિત કે શકિત વગર શિવનું અસ્‍તિત્‍વ જ અકલ્‍પનીય છે. નવરાત્રી શકિતને પ્રસન્‍ન કરવાનો અવસર છે. આજથી અનુષ્‍ઠાનો - પૂજા-પાઠ-ધુન-ભજન-કથાના આયોજનો થયા છે.

ભારતીય આધ્‍યાત્‍મિકતા ભકિત વિજ્ઞાનનો સંગમ કે વિધિપૂર્વક સાધના-અનુષ્‍ઠાન થતા હોય છે. જો કે એક માર્ગ ભાવજગતનો છે. આ માર્ગમાં ગણિત-વિજ્ઞાનને બદલે ભાવનું મહત્‍વ હોય છે. નીતિ-નિયમો-મંત્ર-શાષા વગેરેનો કંઇ જ ખ્‍યાલ ન હોય, છતાં માત્ર નિર્દોષતા-શ્રધ્‍ધા-ભાવ હોય તો પણ દૈવીશકિત પ્રસન્‍ન થઇ જાય છે.

જે માર્ગ અનુકુળ હોય એ માર્ગે સાધના-ભકિત થઇ શકે છે. કોઇ માર્ગ સામાન્‍ય કે વિશિષ્‍ટ હોતો નથી. આશંકા વગર જે તે માર્ગે ચાલતા રહેવાથી મંઝીલ આવે છે.

મહાશકિતની ઉર્જાનો સંચાર સમય-સ્‍થિતિ બદલવા માટે સક્ષમ હોય છે. આ દિવ્‍ય ઉર્જા નેગેટીવ-રાક્ષસી ઉર્જાને વધ કરવાની તાકાત ધરાવે છે. ધર્મગ્રંથોમાં દૈવી શકિતના પરાક્રમો છલકે છે. દરેક યુગમાં રાક્ષસી તાકાતોનો વધ કરાયાનો કથાઓ છે.

આજનો યુગ આધુનિક ગણાય છે, પરંતુ નેગેટીવટીનું તાંડવ પણ પરાકાષ્‍ઠાએ છે. દેશમાં ભારતમાં સનાતનનું માન અને સન્‍માન વધી રહયા છે, પરંતુ હજુ રાક્ષસી વિચારોનું અટ્ટહાસ્‍ય કમ નથી થયું.

હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્‍યો છે. આ ચૂંટણીમાં પણ ખતરનાક તાકાતો મેદાનમાં છે. લોકશાહીમાં મતદારો પાસે બ્રહ્માષા હોય છે. આ શષાની વેલ્‍યુની મોટાભાગના મતદારોને ભાન હોતું નથી. આ કારણે ફાલતુ બાબતોના ચકકરમાં મત વેડફી નાખે છે. મત દૈવીશષા છે. તેનો યોગ્‍ય ઉપયોગ થાય તો મહિષાસુર ઉર્જાનો વધ થઇ શકે છે.

ચૈત્ર નવરાત્રીના પ્રારંભે દૈવીશકિતને પ્રાર્થના કરીએ કે આ ચૂંટણીમાં દેશમાં અટ્ટહાસ્‍ય કરી રહેલી મહિષાસુર ઉર્જાનો વધ થાય અને રાષ્‍ટ્રમાં દિવ્‍યતા પ્રસરે તેવી કૃપા કરો.

(10:28 am IST)