Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સ્ટરનું 86 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટેડ ડેક્સ્ટરનું 86 વર્ષની વયે અવસાન થયું છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરની લાંબી માંદગી બાદ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સ્ટરનું ગઇકાલે બપોરે તેમના પરિવાર સાથે વોલ્વરહેમ્પ્ટન, કોમ્પ્ટન ધર્મશાળામાં નિધન થયું હતું. એમસીસીએ કહ્યું કે ટેડ પ્રેમાળ પતિ, પિતા અને દાદા હતા અને ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટરોમાંના એક હતા. ટેડે પોતાની કારકિર્દીમાં 62 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તેણે 30 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે ડેક્સ્ટર હંમેશા યુવાનોને માર્ગદર્શન આપવા માટે તૈયાર છે.

(6:04 pm IST)