Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

૨૪ વર્ષમાં પહેલી વખત સેરેના, ફેડરલ, રાફેલ નડાલ ગ્રાન્ડ સ્લેમમાં નહિ હોય !

વિશ્વના દિગ્ગજ ટેનીસ ખેલાડીઓ વગર ૩૦ ઓગસ્ટથી શરૂ થઇ રહેલી યુએસ ઓપન ફિક્કી પડશે : દર્શકોને માસ્ક કે વેકસીનેશન સર્ટીફીકેટ વગર મેચમાં પ્રવેશ

ન્યુયોર્ક, તા., ર૭: ત્રણ દિવસ પછી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટુર્નામેન્ટ રમાવવા જઇ રહી છે. આ વખતે વિશ્વના સ્ટાર ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સ, રોઝર ફેડરર અને રાફેલ નડાલ આ ટુર્નામેન્ટમાં નહિ હોય. ૧૯૯૭ બાદ આ ત્રણ ખેલાડી એક સાથે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ન રમ્યા હોય તેવો આ પ્રથમ દાખલો બનશે.

 આ ત્રણેય ખેલાડીઓ ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી હટી ગયા છે. તેમના વગર ટુર્નામેન્ટ ફીક્કી પડી જશે. સાથોસાથ ટેનીસ ચાહકોમાં પણ નિરાશા પ્રસરી છે.

દરમિયાન બે વખત ચેમ્પીયન બનેલી વિનસ વિલીયમ્સ અને સોફીયા કેનીને પણ યુએસ ઓપનમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. વિનસે ઇજાના કારણે જયારે કેનીન કોરોના પોઝીટીવ થવાના કારણે ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી નથી. આ વચ્ચે યુએસ ઓપન દરમિયાન દર્શકો માટે માસ્ક પહેરવું ફરજીયાત નહિ હોય. સાથોસાથ તેમને વેકસીનેશન સર્ટીફીકેટ પણ નહિ આપવું પડે. દર્શકોને એન્ટ્રી અપાયા બાદ આયોજકોને આ વખતે સ્ટેડીયમ ખચ્ચાખચ ભરેલા રહેવાની આશા છે.

(3:23 pm IST)