Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

આઇપીએલમાં નવી ટેકનીક સાથે શોટસ ફટકારતો જોવા મળીશઃ ગિલ

નવી દિલ્હીઃ સ્ટાઇલીશ બેટસમેન શુભમન ગીલ હવે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે. ગિલ ઈજાના કારણે થોડા દિવસો માટે ક્રિકેટથી દૂર હતો અને એનસીએમાં તેની ઈજા પર કામ કરી રહ્યો હતો.  જ્યારે ગીલને પૂછવામાં આવ્યું કે શું ઈજાના કારણે બ્રેકથી બેટિંગના કોઈ પાસાં પર કામ કરવાની તક મળી?  તેણે કહ્યું, મેં NCAમાં બેટિંગ પર કામ કર્યું.  મને મારી બેટિંગ પર કામ કરવાની તક મળી અને કેટલાક નવા શોટ્સ શીખ્યા

 

(2:59 pm IST)