Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

દેશ માટે રમવા ખેલાડીઓ અનફીટ, હવે આઇપીએલમાં રમવા માટે થઇ ગયા ફીટ

હાર્દિક, નોર્ત્‍જે, વિલીયમ્‍સન, ચામીરા, ભાનુકા રાજપક્ષે જેવા નામોની યાદીમાં મોખરે

નવી દિલ્‍હીઃ જયારથી આઇપીએલની શરૂઆત થઇ છે ત્‍યારથી એ ચર્ચા ચાલે છે કે ખેલાડી રાષ્‍ટ્રીય ટીમમાંથી રમવાના બદલે આ આઇપીએલના ૧૫માં સત્રમાં ફરી એકવાર આ ચર્ચા શરુ થઇ છે કે જે ખેલાડી ઇજાના કારણે મેદાનથી દુર રહયા છે તેઓ આ ભારતીય ટી-૨૦ લીગમાં રમવા માટે સંપૂર્ણપણે ફીટ થઇ ગયા છે આ ખેલાડીઓમાં ભારતના હાર્દિક પંડયા, ન્‍યુઝીલેન્‍ડના કેન વીલીયમ્‍સન, દક્ષિણ આફ્રિકાના એનરીક નોર્ત્‍જે જેવા મોટા નામ છે.

આ યાદીમાં સૌથી પહેલુ નામ ઓલરાઉન્‍ડર હાર્દિક પંડયાનું છે આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્‍સના કેપ્‍ટન હાર્દિક પંડયાનું છે આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્‍સના કેપ્‍ટન હાર્દિક લાંબાસમયથી પીઠની તકલીફ ભોગવી રહયા છે છેલ્લા કેટલાય મેચમાં તેમણે બોલીંગ નથી કરી ટી-૨૦ વિશ્‍વકપ પછી તેમણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. બીસીસીઆઇ અધ્‍યક્ષ સૌરવ ગાંગુલીના કહેવા છતાં હાર્દિક ઘરેલુ ટુર્નામેન્‍ટ પણ ના રમ્‍યા. હવે પાંચ મહિના પછી તે યોયો ટેસ્‍ પાસ કરીને ગુજરાતની ટીમમાં જોડાઇ ગયા છે.

ઝડપી બોલર નોર્ત્‍જે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ) અનુસાર હજુ પણ અનફીટ છે. હિપ ઇન્‍જરીના કારણે તે પાંચ મહિનાથી ક્રિકેટથી દુર છે પણ ગત રવિવારે તે દિલ્‍હી કેપીટલ્‍સ સાથે જોડાઇ ગયા છે.

કોણીની ઇજાના કારણે ન્‍યુઝીલેન્‍ડના કેપ્‍ટન કેન વિલીયમ્‍સન ત્રણ મહિનાથી મેદાનથી દુર છે ભારત વિરૂધ્‍ધ કાનપુર ટેસ્‍ટ પછી તે અનફીટ હતા. બાંગ્‍લાદેશ સામેની ઘરેલુ સીરીઝમાં પણ તે નહોતા રમ્‍યા હવે સનરાઇઝર્સ હૈદ્રાબાદમાં જોડાઇ ગયા છે.

શ્રીલંકન ફાસ્‍ટબોલર દુષ્‍મંથા ચામીરા  પણ લખનૌ સુપર જાયન્‍ટસ માટે રમવા તૈયાર છે. શ્રીલંકન મીડીયા અનુસાર ચામીરા પોતાના ટીમ ફ્રેન્‍ચાઇઝીના કહેવાથી ટેસ્‍ટ સીરીઝ નહોતા રમ્‍યા. હવે તેણે આઇપીએલ માટે ફીટનેસ મેળવી લીધી છે. શ્રીલંકન ખેલાડી ભાનુકા રાજપક્ષને રાષ્‍ટ્રીય ટીમમાંથી બહાર કાઢીને તેને કેન્‍દ્રીય કોન્‍ટ્રાકટ યાદીમાં ડાઉનગ્રેડ પણ કરી દેવાયા હતા પણ આઇપીએલ માટે આ ઓલરાઉન્‍ડરને ફીટ ગણી લેવાયા છે. 

(12:52 pm IST)