Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે યોજાનાર ક્રિકેટ મેચમાં દર્શકોની એન્‍ટ્રી માટે સરકાર તરફથી લીલીઝંડી મળશેઃ બીસીસીઆઇને આશા

નવી દિલ્હીઃ આગામી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો જોવા મળી શકે છે. બીસીસાઆઈએ 50 ટકા દર્શકોની એન્ટ્રી માટે સરકાર સાથે વાતચીત શરૂ કરી છે. કોરોના વચ્ચે આ પ્રથમવાર હશે જ્યારે દર્શકોની હાજરીમાં મુકાબલો રમાશે. મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે આઈપીએલ-2020 નું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું.

મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે 18 સભ્યોની ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઈશાંત શર્મા અને હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. તો ઓલરાઉન્ડર અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ (ફીટ હશે તો), રિષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ

5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ

13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ

24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ

4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ

ટી20 સિરીઝનો કાર્યક્રમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.

વનડે સિરીઝનો કાર્યક્રમ

ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યારબાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે.

(5:25 pm IST)
  • દેશના બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે: અન્યત્ર સતત ધીમો પડવા લાગ્યો છે : કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ સાત હજાર નવા કેસો અને મહારાષ્ટ્રમાં સતત ત્રણ હજાર નવા કોરોના કેસો બહાર આવ્યા: ગુજરાતમાં કેસોની સંખ્યા લગાતાર ૫૦૦ નીચે ચાલી રહી છે: પુડુચેરીમાં ૩૧, આસામમાં ૩૨, હિમાચલમાં ૬૩, ગોઆમા ૮૭, કોલકત્તામાં ૮૯, જમ્મુ-કાશ્મીરમાં ૧૦૯ અને અમદાવાદમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે access_time 11:08 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST