Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લોડર્સમાં સેમ કરનના નામે ખરાબ રેકોર્ડઃ બંને ઇનિંગમાં ગોલ્ડન ડક

સેમ કરન પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા દ્વારા આઉટ થયો હતો. પહેલા જ બોલ પર તે બીજી સ્લિપ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે તેના નામની આગળ ગોલ્ડન ડક લખવામાં આવ્યું હતું. સેમ કરન જ્યારે બીજી ઇનિંગ્સ રમવા માટે બહાર આવ્યો. ત્યારે ઇંગ્લેન્ડ મેચ ડ્રો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ કરન ફરી એક જ બોલ રમી શક્યો અને પેવેલિયન પાછો ફર્યો. આ વખતે મોહમ્મદ સિરાજે તેનો શિકાર કર્યો હતો. આમ લોર્ડ્સ ખાતેની બંને ઇનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થનાર પ્રથમ ખેલાડી છે.

(2:55 pm IST)