Gujarati News

Gujarati News

ભૂતકાળના ૭૦ વર્ષોમાં કેન્દ્ર સરકારો જે નથી કરી શકી એનાથી અનેક ગણા વિકાસના કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં થયા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેક નવા નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ગુજરાતના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલ્યા : ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છે.: કાશ્મીરમાં ૩૭૦ ની કલમ હટાવીને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, તે કેન્દ્ર સરકારે સાબિત કરી બતાવ્યું :જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીમડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 9:35 am IST

જામનગરના એસપી સહિતના ૨૦૦૭ના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર સહિત ૨૦૧૬-૧૭ બેચના અધિકારીઓની આશા ફળશે કે ઠગારી પુરવાર થશે ?!: રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કાર્ય અને ૧૫મી ઓગસ્ટનો રાજ્ય લેવલનો ઉત્સવ પૂર્ણ થતાં જ પોલીસ તંત્રની બઢતી બદલીની ચર્ચાનો ચિચોડો ચાલુ થયો : અમદાવાદ,બરોડા,અને સુરત સીપી ને હજુ બદલી માટે સમય થયો નથી,અને આ તમામની કામગીરીથી લોકો સાથે સરકાર પણ ખુશ હોવાથી શું નિર્ણય લેવો? ગાંધીનગર અવઢવમાં : આમ આદમી પાર્ટી સક્રિય બની આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવે તે બાબત ધ્યાને લઈ ફકત મારા જ નહિ પણ,કારણ વિના ફિલ્ડ બહાર અધિકારીઓની સાથે સાથે એક દશકાથી વધુ સમય થયા રાજ્ય પોલીસ તંત્રના ભવિષ્યના વડાવિકાસ સહાય માટે પણ ગાંધીનગરને વિચારણા વગર ચાલે તેમ નથી.. access_time 2:59 pm IST