Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કોઇ ચિંતા નથી. વિરાટ અને રોહિત જલ્‍દી ફોર્મ પાછુ મેળવી લેશેઃ ગાંગુલી

આ બન્ને ખેલાડીઓ માટે IPLનકામી સાબિત થઇ

નવી દિલ્‍હી : આઇપીએલ માં વિરાટ અને રોહિત સતત ફલોપ થઇ ર હ્યા છે.  આ સિઝનમા ં તેના બેટમાંથી  ભાગ્‍યે જ રન આવ્‍યા છે. આ બંનેના  ખખરાબ ફોર્મ બાદ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ  ગાંગુલીએ કહ્યું કે હું રોહિત-વિરાટના ફોર્મથી બિલકુલ ચિંતિત નથી. તેઓ બંને ખૂબ જ સારા અને ખૂબ મોટા ખેલાડીઓ પણ છે. ટી-૨૦ વર્લ્‍ડ કપ હજુ દુર છે. અને મને ખાતરી છેકે તે પહેલા આ બંને ખેલાડીઓ તેમના ખોવાયેલા ફોર્મમાં પાછા આવી જશે.

ટીમ ઇન્‍ડિયાએ આઇપીએલ ૨૦૨૨ પછી જ દક્ષિણ આફ્રિકાથી ૫ મેચની ટી-૨૦સીરિઝ રમવાની છે. અને ત્‍યારબાદ ૨૬ અને ૨૮ જુને આયર્લેન્‍ડથી૨ ટી-૨૦મેચ રમીને ઇંગ્‍લેન્‍ડ જવા રવાના થશે. IPL ૨૦૨૨માં વિરાટનું બેટ નથી રમી રહ્યું આ સિઝન મુંબઇ ઇન્‍ડિયન્‍સની સાથે સાથે કેપ્‍ટન રોહિત શર્મા માટે પણ નકામી માનવામાં આવે છે. આ સિઝનમાં, રોહિત સતત ફલોપ રહ્યો છે. અને ઘણી વખત તે ઝડપી રન બનાવવામાં પ્રયાસમાં  વહેલો આઉટ થઇ રહ્યો છે. આ સિઝનમાં૧૨ મેચમાં ૧૮.૧૭ ની એવરેજ થી ૨૧૮ રન બનાવ્‍યા છે. અડધી સદી ફટકારી શકયો નથી

(3:03 pm IST)