Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

આજથી શરૂ થયો ઓસ્ટ્રેલિયાઈ ઓપન

નવી દિલ્હી:ટેનિસની નવી સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લમ ચેમ્પિયનશીપ - ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ તારીખ ૧૫મી જાન્યુઆરીથી મેલબોર્ન પાર્કમાં થશે. મેન્સ સિંગલ્સમાં મોટાભાગના ટોચના સ્ટાર્સ ફિટનેસ અને ફોર્મની સમસ્યાની સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિસ લેજન્ડ ટાઈટલ જાળવી રાખવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સની ગેરહાજરીમાં સિમોના હાલેપ, જર્મનીની કેર્બર, અમેરિકાની વિનસ વિલિયમ્સ અને રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા જેવી ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

(5:19 pm IST)