Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

કપિલ દેવે કર્યા રવિન્દ્ર જાડેજાના વખાણ : કહ્યું "મેદાન પર ક્યારેય દબાણ લેતો નથી"

નવી દિલ્હી: ક્રિકેટના દિગ્ગજ કપિલ દેવે કહ્યું કે તે રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ પસંદ કરે છે કારણ કે 33 વર્ષીય ઓલરાઉન્ડર કોઈપણ સંજોગોમાં દબાણમાં આવતો નથી. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટને કહ્યું કે ડાબા હાથના બેટ્સમેનની ખાસિયત એ છે કે તે ક્રિકેટના દરેક પાસાઓને એન્જોય કરે છે અને આ જ તેની સફળતાનું કારણ બની શકે છે. ફરીદાબાદની સર્વોદય હોસ્પિટલ ખાતે ઉત્તર ભારતના પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટનું ઉદ્ઘાટન કરતાં કપિલ દેવે કહ્યું, "નવા ક્રિકેટરોમાં મને રવિન્દ્ર જાડેજાની રમત ગમે છે, કારણ કે તે દબાણ વગર રમે છે. તેને ક્રિકેટનો આનંદ છે. તેથી તે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ સારો છે. તે ફિલ્ડિંગમાં પણ શાનદાર કામ કરે છે."

(5:42 pm IST)