Gujarati News

Gujarati News

નલ સે જલ કાર્યક્રમ અનુલક્ષીને મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણી વિતરણ માટે ૧૬૮.૭૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂપેન્દ્રભાઈ પટેલે આપી અનૂમતિ : જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ. ૮પ.૬૪ કરોડના ખર્ચે બનશે: જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી રિંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી રપ૦૦ મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાના રૂ. ૮૩.૦૯ કરોડના કામો હાથ ધરાશે : ઉત્તર પશ્ચિમ ઝોન-દક્ષિણ પશ્ચિમ ઝોન-ચાંદખેડા-મોટેરા-સાબરમતી વિસ્તારોને જાસપૂરના હયાત ૪૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાય છે : હવે જાસપૂર પ્લાન્ટના કમાન્ડ વિસ્તારના બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા સમાવિષ્ટ વિસ્તારોને પણ પાણી આપવાનું મહાપાલિકાનું બહુઆયામી આયોજન : આગામી ર૦૪પ ની અંદાજિત વસ્તીની આશરે ૧૦,રર૭ એમ.એલ.ડી પાણી જરૂરિયાત ધ્યાને રાખી મહાનગરપાલિકાએ કરેલા સૂચિત આયોજનને મુખ્યમંત્રીએ મંજૂરી આપી access_time 4:31 pm IST

સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની 'સહકારથી સમૃદ્ધિ'નું વિઝન સાકાર કરશે: વડાપ્રધાનના 'સહકાર સે સમૃદ્ધિ' મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર દેશના વિકાસમાં મહામૂલું યોગદાન આપશે:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ: ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપીના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ:સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે:‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ access_time 9:35 am IST