Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

પ્રેક્ષકની અશ્લીલ કોમેન્ટથી ટેનિસ પ્લેયર હારી અને રડી પડી

નવીદિલ્હીઃ અમેરિકાના ઈન્ડિયન્સ વેલ્સમાં બીએનપી પારિબાસ ટેનિસ ટુર્નામેન્ટમાં જાપાનની નાઓમી ઓસાકા રશિયાની વેરોનિકા કુડેરમેટોવા સામેની બીજા રાઉન્ડની મેચ દરમ્યાન એક મહિલા પ્રેક્ષકની પોતાના તરફની અશ્લીલ ટિપ્પણીને કારણે રમત પરથી એકાગ્રતા ગુમાવી બેઠી હતી અને એને કારણે પછીથી તે એ મેચ હારી ગઈ હતી. ઓસાકાનો ૦-૬, ૪-૬થી પરાજય થયો હતો.

મહિલાની કમેન્ટ પહેલા સેટ દરમ્યાન થઈ ત્યારે ઓસાકાએ અમ્પાયરને ફરિયાદ કરી હતી. જોકે અમ્પાયરે કહ્યું કે કોણે કમેન્ટ કરીએ શોધી શકાયું ન હોવાથી તેઓ કોઈ પગલાં નહીં લઈ શકે. પરાજય બાદ ઓસાકા માઈક પાસે આવીને રડી પડી અને બોલી, 'હું રડવું રોકી નથી શકતી' મને રમતી વખતે અગાઉ પણ ખલેલ પહોંચાડવામાં આવી હતી, પણ ત્યારે મને કોઈ ફરક નહોતો પડયો. જોકે અહીં જે અશ્લીલ કમેન્ટ થઈ એનાથી હું ખૂબ ડિસ્ટર્બ થઈ હતી.

(2:41 pm IST)