Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

બંગાળની જિમ્નેસ્ટ પ્રોતિષ્ઠા સામંતા વર્લ્ડ કપ માટે સિલેકટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની યુવાન જિમ્નેસ્ટ પ્રોતિષ્ઠા સામંતા ઇજિપ્ત તથા અઝરબૈજાનમાં યોજાનારા જિમ્નેસ્ટિકસના વર્લ્ડ કપ માટેની  જિમ્નેસ્ટ્સની ભારતીય ટીમમાં સિલેકટ થઈ છે. ૧૮ વર્ષની પ્રોતિષ્ઠા ૨૦૧૯માં પુણેમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહિલાઓની અન્ડર-૧૭ ઓલરાઉન્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિકસમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તે માર્ચ-એપ્રિલના વર્લ્ડ કપમાં બોલ્ટિંગ ટેબલ અને બેલેન્સિંગ બીમ નામની બે ઇવેન્ટમાં ભાગ લેશે. આ વર્લ કપમાં કુલ ૫૦ દેશના જિમ્નેસ્ટ ભાગ લેવાના છે.

(2:40 pm IST)