Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સંતોષ ટ્રોફી: ગોવાએ રાજસ્થાનને 14-0થી કચડ્યું

નવી દિલ્હી:વેસ્ટ ઝોન સંતોષ ટ્રોફી ફૂટબોલ ચેમ્પિયનશીપની ગુ્રપ મેચમાં ગોવાની હાઈપ્રોફાઈલ ટીમે ૧૪-૦થી રાજસ્થાનને કચડી નાંખ્યું હતુ. સાથે ગોવાએ ઓલ ઈન્ડિયા લેવલની ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે ચાલી રહેલી ટુર્નામેન્ટમાં આજે ગોવા તરફથી વિક્ટોરીન ફર્નાન્ડીસે ચાર ગોલ ફટકાર્યા હતા. ગુ્રપ એમાં અગાઉ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ -૫થી ડ્રો થઈ હતીહવે ગુ્રપ એની આખરી ઔપચારિક મેચમાં ગુજરાત અને ગોવા વચ્ચે તારીખ ૧૨ જાન્યુઆરીએ બપોરે .૦૦ વાગ્યાથી મુકાબલો ખેલાશે. આવતીકાલે ગુરૂવારે બપોરે ૧૨.૦૦ વાગ્યાથી દિવ અને દમણનો મુકાબલો મધ્યપ્રદેશ સામે થશે. જ્યારે શરૃઆતની મેચો જીતી ચુકેલા મહારાષ્ટ્ર અને લક્ષ્યદ્વિપ વચ્ચેની મહત્વની અને નિર્ણાયક મેચ બપોરે .૦૦ વાગ્યાથી શરૃ થશે.

 

 

(3:58 pm IST)