Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ માટે પ્રારંભિક ટીમની જાહેરાત

નવી દિલ્હી: ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે 12 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે 17 સભ્યોની પ્રારંભિક ટીમની જાહેરાત કરી છે. ઝડપી બોલર ચેમાર હોલ્ડર અને મધ્યમ ક્રમના બેટ્સમેન શમરાહ બ્રૂક્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હોલ્ડરે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે પછી તેને પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે, ડેરેન બ્રાવો અને ઝડપી બોલર શેનોન ગેબ્રિયલ જેવા અનુભવી ખેલાડીઓને બે મેચની શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 થી 16 ઓગસ્ટ અને બીજી મેચ 20 થી 24 ઓગસ્ટ દરમિયાન રમાશે.

 

(5:35 pm IST)