Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

લોર્ડસના મેદાનમાં ભારત ૧૯૮૬ અને ૨૦૧૪માં એમ બે ટેસ્ટ જ જીત્યા છે

૧૨મીથી ઐતિહાસીક મેદાનમાં બીજો ટેસ્ટ

લંડનઃ નોટીંગહામમાં પહેલા ટેસ્ટમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની ટીમ સામે જીતવાની સાવ નજીક હતી પણ વરસાદે તેના હાથમાંથી આ મોકો છીનવી લીધો અને પાંચ ટેસ્ટની આ સીરીજનો પહેલો મુકાબલો ડ્રો પર સમાપ્ત થયો. હવે બન્ને ટીમો વચ્ચે બીજો ટેસ્ટ મેચ ૧૨ ઓગસ્ટથી ઐતિહાસિક લોર્ડઝના મેદાન પર રમાવાનો છે. જયાં ભારતનું પ્રદર્શન યજમાન ટીમ સામે બહુ સારૂ નથી. ભારત અત્યાર સુધીમાં આ મેદાન પર ૧૯૮૬ અને ૨૦૧૪માં એમ બે વાર જ જીતી શકયું છે.

લોર્ડઝનું મેદાન ફાસ્ટ બોલરોને બહુ જ પસંદ આવે છે. અહીં સ્વીંગ થતા બોલ બેટસમેનોને બહુ પરેશાન કરે છે. જો કે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ  સિરાજ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં ભારતનો  પેસ એટેક બહુ મજબૂત જણાય છે અને નોટીંગહામમાં રમાયેલ પહેલો ટેસ્ટમાં આ ચારેયનું પ્રદર્શન પ્રભાવકારી રહ્યું છે પણ ભારતની મૂળ ચિંતા બેટસમેનો બાબતે છે.

(3:30 pm IST)