Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ટી-૨૦માં વિરાટ-જાડેજા યથાવત સ્થાનેઃ રાહુલને ફાયદોઃ ડેવિડ મલાન પ્રથમ સ્થાને

ટી-૨૦માં ભારતના એકપણ ઓલરાઉન્ડર કે બોલરને સ્થાન મળ્યુ નથી

નવી દિલ્હીઃ ICCએ વન ડે અને ટી-૨૦ રેન્કિંગ  જાહેર કર્યુ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને નવા રેન્કિંગમાં કોઈ જ ખાસ ફાયદો કે નુકશાન થયુ નથી. ટી-૨૦ મેચમાં કોહલી તેના રેન્કિંગમાં પાંચમાં ક્રમે યથાવત છે. જ્યારે કેએલ રાહુલને એક ક્રમનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના ડેવિડ મલાન ટોપ પર યથાવત રહ્યો છે. વિરાટ કોહલી પાંચમાં ક્રમે ૭૬૨ પોઈન્ટ ઘરાવે છે, જ્યારે ટોપર ડેવિડ મલાન ૮૮૮ પોઈન્ટ ધરાવે છે. કેએલ રાહુલ ૭૪૩ પોઈન્ટ ધરાવે છે.

 ઓસ્ટ્રેલીયાનો આરોન ફિંચ બીજા કર્મે છે, જે ૮૩૦ પોઈન્ટ ધરાવે છે. પાકિસ્તાનનો બાબર આઝમ  ૮૨૮ પોઈન્ટ ધરાવે છે.  વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ એમ બે ભારતીય ખેલાડીઓ રેન્કિંગમાં સ્થાન ધરાવે છે. જ્યારે ટી૨૦ ક્રિકેટમાં એક પણભારતીય ઓલરાઉન્ડર અને બોલર્સને ટોપ ટેનમાં સ્થાન મળ્યુ નથી. જ્યારે વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા ટોપ ફાઈવમાં સામેલ રહ્યા છે. કોહલી બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા છે. જ્યારે વન ડે ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજા   ઓલરાઉન્ડરમાં નવમો ક્રમાંક ધરાવે છે. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોપ ટેન યાદીમાં સામેલ છે. જોકે બુમરાહ એક સ્થાન પાછળ હટીને પાંચમાંથી છઠ્ઠા ક્રમાંક પર પહોંચ્યો છે. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોકસ રેન્કિંગમાં તે હવે ત્રીજા સ્થાન પર પહોંચી ચુક્યો છે. 

(3:11 pm IST)