Gujarati News

Gujarati News

રાજકોટના જ્વેલર્સના ૨.૩૫ કરોડના દાગીના લૂંટનો ભેદ ઉકલાયો : વડોદરા નજીક થયેલ લૂંટમાં અમદાવાદ છારા નગરના આંતર રાજ્ય કુખ્યાત અમિત અભબેકરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધો : કુલ છ શખ્સો દ્વારા કરોડોની લૂટ કરવા માસ્ટર પ્લાન ઘડી તેનો અમલ કરેલ. આરોપીને વડોદરા પોલીસ હવાલે કરવા તજવીજ ,રથ યાત્રા સમયે હથિયારો શોધવા ચાલતી ઝુંબેશમાં સફળતા : બરોડાની કુખ્યાત મનોજ સિંધી ગેંગનો પ્લાન હોવાનું ખૂલ્યું: 'અકિલા' સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમ વીર સિંહની વાતચીત : અમિત અગાઉ અમદાવાદ-મુંબઇમાં ડેકી તોડી ચોરી કરવાના ૭ ગુનામાં પકડાયો હતોઃ દોઢ મહિના પહેલા જ પાસામાંથી છુટ્યો છે : સાધુ વાસવાણી રોડ પર રહેતાં વિપુલભાઇ ધકાણ દાગીના વેંચવા ગયા ત્યારે ૧૮/૬ના સવારે વડોદરા છાણી જકાત નાકે ગાંઠીયા ખાવા ઉભા રહ્યા ત્યારે કારની ડેકીમાંથી દાગીનાના બે બેગ લઇ બે બાઇકસ્વાર ભાગી ગયા'તા : ઇનોવા કાર, એકસેસ અને બાઇક લઇને છ જણા અમદાવાદથી ચોરી કરવા વડોદરા ગયા'તાઃ ચોરીનો બાકીનો મુદ્દામાલ કબ્જે કરવા અને અમિતના પાંચ સાગ્રીતોને શોધવા તજવીજ : અમુક દાગીના વેંચ્યા બાદ બચેલા દાગીના લઇ રાજકોટ આવતી વખતે ગાઠીયા ખાવા ઉભા રહ્યા ત્યારે ચોરી થઇ ગઇ હતી : અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. એન. ચાવડા, પીએસઆઇ એ. પી. જેબલીયા, એસ. પી. ગોહિલ અને ટીમે ડિટેકશન કર્યુઃ વડોદરા પોલીસને આરોપી સોંપાયો.. access_time 3:21 pm IST