Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

દોઢ ડઝન ચંદ્રક જીતી ઓલમ્પીકમાં ઇતિહાસ રચી શકે છે ભારતીય ખેલાડીઓ

જાપાનમાં કોરોના વાયરસ સંદર્ભે રમોત્સવ દરમિયાન : શુટીંગમાં ૮, બોકસીંગમાં ૪, કુસ્તીમાં ૩, તીરંદાજીમાં ૧ અને વેઇટ લીફટીંગમાં ૧ ચંદ્રક જીતવાની આશા : 'સ્ટેટ ઓફ ઇમરજન્સી'જાહેર થઇ શકે છેઃ થોડા દર્શકો સાથે અથવા તો દર્શકો વગર ઓલમ્પીક રમોત્સવ યોજવા સહીતના પગલા વિચારાધીન

નવી દિલ્હી, તા., ૮: ર૩ જુલાઇથી ટોકયો(જાપાન) ખાતે શરૂ થઇ રહેલા ઓલમ્પીક ખેલોમાં ભારત ૧૭ જેટલા ચંદ્રકો જીતી ઇતિહાસ રચી શકે છે. ઓલમ્પીક એનાલીસ્ટ ગ્રેસનોટના એક રીપોર્ટ મુજબ ટોકયોમાં ભારતીય એથ્લીટસ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ૧૭ થી વધુ ચંદ્રક મેળવી શકે છે.

વિશ્વ કુસ્તી ચેમ્પીયનશીપમાં ૩ પદક જીતવાવાળા બજરંગ પુનીયા ૬પ કિલોગ્રામ કેટેગરીમાં પોતાના પડકાર સાથે મેદાનમાં ઉતરશે. રશીયામાં લાંબા સમયથી બજરંગ પુનીયા પ્રેકટીસ કરી રહયા છે.

૨૦૧૬ રીયો ઓલમ્પીકમાં અંતીમ ૮માં  પહોંચી ચીની પહેલવાન સામે બાઉટ દરમિયાન હારી ગયેલી વિનેસ ફોગાટ ટોકયો ઓલમ્પીકમાં પુરી તૈયારી સાથે ઉતરી રહી છે. ફોગાટ દેશ માટે ચંદ્રક જીતી લાવે તેવી પ્રબળ શકયતા જોવાઇ રહી છે. આવી જ રીતે એલાવેનીલ વલારીવેન શુટીંગમાં ચંદ્રક જીતી શકે છે. ર૧ વર્ષીય તામીલનાડુની શુટર ૧૦ મીટર એરરાઇફલમાં સુવર્ણ ચંદ્રકની દાવેદાર છે. ક્રોએશીયામાં તેણી પોતાની તાલીમ લઇ રહી છે. આ ઉપરાંત ૧૦મી એર પીસ્ટલ મિકસ્ડ ટીમના યુવા શુટર સૌરભ ચૌધરી, મનુ ભાકર, અભિષેક વર્મા અને યશસ્વિનીસિંહ દેશવાલની જોડી છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહયા છે. આ ખેલાડીઓ પણ ચંદ્રક જીતી શકે છે. એનાલીસ્ટના રીપોર્ટ મુજબ ભારતીય એથ્લીટ ૪ સુવર્ણપદક, પ રજત પદક અને ૮ કાંસ્ય પદક જીતી શકે છે.

(3:09 pm IST)