Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

હેપી બર્થ-ડે 'દાદા'

ગાંગુલીએ ભારતીય ક્રિકેટની તસ્વીર બદલી નાંખી હતી, દુનિયાને જણાવી દીધુ હતુ કે ટીમ ઇન્ડિયા હવે કોઇનાથી ડરવાની નથી

 નવી દિલ્હીઃ ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો ૪૯મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. કેપ્ટન અને બેટ્સમેન ભારતીય ક્રિકેટમાં પોતાનું યોગદાન આપનાર અત્યારે તેઓ બીસીસીઆઈ અધ્યક્ષ બની ભારતીય ક્રિકેટને ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. જો ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોની વાત કરીએ તો તેમાં દાદાનું નામ પણ જરૂર આવે. દાદાને ભારતીય ક્રિકેટની તસવીર બદલવાની સાથે સાથે આખી દુનિયામાં એ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા હવે કોઈનાથી ડરનારી નથી. અને તે વિપક્ષી ટીમને તેમના ઘરમાં માત આપવાની હિંમત રાખે છે.

 ૮ જુલાઈ ૧૯૭૨ના દિવસે સૌરવ ગાંગુલીનો જન્મ ભારતના ફૂટબોલના મક્કા કહેવાતા કોલકાત્તામાં થયો હતો. ગાંગુલી પણ હર એક કોલકત્તાવાસીની જેમ એક બેહતરીન ફૂટબોલર બનવા માંગતા હતા. શરુઆતમાં તેઓ ફૂટબોલને બોલને ખુબ જ ગંભીરતાથી લેતા હતા. પરંતુ તેમના પિતા તેમને એક ફૂટબોલર નહીં પરંતુ ક્રિકેટર બનાવવા માંગતા હતા. અને પછી ગાંગુલીના પિતાએ તેમને ક્રિકેટર બનાવીને તેમની જિંદગી બદલી નાંખી અને ગાંગુલીએ શું કર્યું એ આપણે જાણીએ છીએ.

 ૧૯૯૨માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ કરતા દાદાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. તેના ચાર વર્ષ બાદ ૧૯૯૬માં તેમણે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી ટેસ્ટ મેચમાં તેમણે ક્રિકેટનું મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાનમાં શદી ફટકારી હતી. આખી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ગાંગુલી માટે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડવાનું શરું કર્યું અને કેટલાક વર્ષોમાં તે ગોડ ઓફ સાઈડના નામથી જાણિતા થયા હતા.

(3:10 pm IST)