Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

એશિયન ગેમ્સ 2022: 2023 સુધી સ્થગિત: સપ્ટેમ્બરમાં ચીનમાં યોજાશે

નવી દિલ્હી: એશિયન ગેમ્સ 2022 ચીનના હાંગઝોઉમાં 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ તેને 2023 સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19ને કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19 મહામારીના ઘણા મામલા સામે આવ્યા છે, જેના કારણે અન્ય કેટલીક મોટી ઘટનાઓને સ્થગિત કરવી પડી છે. એશિયન ગેમ્સને 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે, જોકે તેની નવી તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. ચીનના રાજ્ય મીડિયાએ એશિયન ગેમ્સ 2022 સ્થગિત કરવાના સમાચારની પુષ્ટિ કરી છે, જો કે તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી.

 

(7:00 pm IST)