કેપટાઉન,તા. ૬ : કેપટાઉન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની બે મેચો જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય ટીમને રાહત એ છે કે, ૩-ડી એટલે કે એબી ડિવિલિયર્સ, ડીકોક અને ડુપ્લેસિસ આફ્રિકન ટીમમાંથી હાર થઇ ગયા છે જેથી ટીમને જીતવાની સરળ તક રહેલી છે. ડિવિલિયર્સ પાંચ વનડે મેચોમાં રમનાર નથી. ડુ પ્લેસીસ સમગ્ર શ્રેણીમાં રમનાર નથી. જ્યારે ડીકોક પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. વિરાટ કોહલી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ ભારતીય ટીમને સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે, ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં આફ્રિકાએ ભારત ઉપર જીત મેળવી હતી. રહાણે, વિરાટ કોહલી, શિખર ધવન ફોર્મ મેળવી ચુક્યા છે પરંતુ રોહિત શર્મા પાસેથી અપેક્ષા મુજબની બેટિંગ હજુ જોવા મળી નથી. બીજી બાજુ ત્રણ ડીની ગેરહાજરીમાં આફ્રીકી બેટ્સમેનોનો ભાર હાસિમ અમલા, ડ્યુમિની અને ડેવિડ મિલર રહેશે. આ ત્રણેય હજુ સુધી ફ્લોપ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.કુલદીપે ૨૦ રનમાં ત્રણવિકેટ ઝડપી હતી. વિકેટની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સામે ભારતની આ સૌથી મોટી જીત હતી. ભારતે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, બુમરાહ, ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અજન્કિયા રહાણે, શાર્દુલ ઠાકુર
આફ્રિકન ટીમ : મારક્રમ (કેપ્ટન), હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, ક્રિસ મેરિસ, લુંગી ગીડી, ફેલુકવાયો, રબાડા, સામ્સી, ઝોન્ડો..
બાકીની મેચનો કાર્યક્રમ
ભારત ૨-૦થી હાલ આગળ
કેપટાઉન, તા. ૬ : કેપટાઉન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની બે મેચો જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. બે વનડે મેચો રમાયા બાદ બાકીની મેચનો કાર્યક્રમ નીચે મુજબ છે.
* ૭મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી વનડે
* ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જ્હોનિસબર્ગમાં ચોથી વનડે
* ૧૩મી ફેબ્રુઆરીના દિવસે પોર્ટએલિઝાબેથમાં પાંચમી વનડે
* ૧૬મી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં છઠ્ઠી વનડે
* ૧૮મી ફેબ્રુઆરીના દિવસે સાંજે જ્હોનિસબર્ગમાં પ્રથમ ટ્વેન્ટી
* ૨૧મી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં બીજી ટ્વેન્ટી
* ૨૪મી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં ત્રીજી ટ્વેન્ટી
નોંધ : તમામ વનડે મેચોનું પ્રસારણ સાંજે ૪.૩૦ વાગ્યાથી અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ ૯.૩૦ વાગ્યાથી કરાશે
મેચના રોમાંચની સાથે સાથે
૩-ડીની ગેરહાજરીમાં ભારતને મોટી રાહત
સેન્ચુરિયન,તા. ૩ : કેપટાઉન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની બે મેચો જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. મેચના રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે.
* શરૂઆતની બંને મેચો જીત્યા બાદ ભારતીય ટીમનો નૈતિક જુસ્સો આસમાને
* કેપટાઉનમાં રમાનારી મેચને લઇને ટીમ ઇન્ડિયા વિજયરથને આગળ વધારવા તૈયાર
* શરૂઆતની બંને મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે
* કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં હોવાથી ચાહકો રોમાંચિત
* શિખર ધવન અને રોહિત શર્મા હજુ સુધી તેમના અસલ ફોર્મમાં દેખાઇ રહ્યા નથી
* ટીમ ઇન્ડિયાના અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે
* ભારત તરફથી ટોસ જીતી લીધા બાદ બેટિંગ કરવામાં આવી શકે છે
* આધારભુત બેટ્સમેન ડીવિલિયર્સ, ડીકોક અને ડુપ્લેસીસ ઇજાગ્રસ્ત થઇ જતાં ૩-ડીની ગેરહહાજરીમાં ભારતીય ટીમ માટે જીતવાનો રસ્તો સરળ
* રબાડા, લુંગીગીડી અને અન્ય આફ્રિકન ઝડપી બોલરથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે
* ટોસ મેચમાં નિર્ણાયક ભૂમિકા અદા કરે તેવી પણ પ્રબળ સંભાવના
* ભારતીય ટીમ શરૂઆતની બંને મેચ જીતી લીધા બાદ ત્રીજી મેચને લઇને પણ જોરદાર પ્રેકટીસ કરી રહી છે
* કુલદીપ, ચહેલ અને ભુવનેશ્વર પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા
* આફ્રિકન ટીમ ઉપર શરૂઆતની બંને મેચો હારી ગયા બાદ જીતવાનું દબાણ
* કુલદીપ અને ચહેલ તથા ભુવનેશ્વર આફ્રિકન ટીમ માટે મુશ્કેલી ઉભી કરી ચુક્યા છે