Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભારત મહિલા હોકીમાં જર્મનીને હરાવીને કવાર્ટરમાં

નવીદિલ્‍હીઃ મહિલા હોકીની જુનિયર વર્લ્‍ડ કપ સ્‍પર્ધામાં ભારત પોશેફસ્‍ટ્રુમમાં જર્મનીની ચડિયાતી ટીમને ૨-૧થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું હતું.

ધોની @ ૩૫૦: સૌથી વધુ ટી-૨૦ મેચ  રમનાર બીજો ભારતીય ખેલાડી

રોહિતના નામે સૌથી વધુ ૩૭૨ મેચ

મુંબઈઃ IPL ૨૦૨૨ની ૧૧મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્‍સના વિકેટ કીપર અને પૂર્વ કેપ્‍ટન એમએસ ધોનીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. એમએસ ધોની સૌથી વધુ T20 મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.  તેણે પંજાબ કિંગ્‍સ સામે તેની T20 કારકિર્દીની ૩૫૦મી મેચ રમી હતી.ભારત માટે સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ મુંબઈ ઈન્‍ડિયન્‍સના કેપ્‍ટન રોહિત શર્માના નામે છે.  જેણે ૩૭૨ મેચ રમી છે.  જે બાદ ધોની ૩૫૦ મેચ રમીને બીજા નંબર પર પહોંચી ગયો છે.  સુરેશ રૈના ૩૩૬ મેચ રમીને ત્રીજા નંબર પર છે.  જોકે આ વખતે તે IPL ૨૦૨૨માં રમી રહ્યો નથી.  તેની ૩૫૦મી T20 મેચમાં ધોનીએ પંજાબના બેટ્‍સમેન રાજપક્ષેને રનઆઉટ કર્યો હતો

(4:06 pm IST)