News of Wednesday, 13th December 2017

ફૂટબોલર મેસીના ભાઈની બંદૂક રાખવા બદલ ધરપકડ

નવી દિલ્હી:બાર્સેલોના ફુટબૉલ ક્લબના સ્ટાર-ખેલાડી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીનો મોટો ભાઈ મૅટિઅસ મેસી ફરી એક વાર મુશ્કેલીમાં છે. મૅટિઅસ ગેરકાયદે હથિયાર રાખવાના મામલે દોષી સાબિત થયો છે તેમ જ તેને ઘરમાં જ નજરકેદ રાખવાની સજા કરવામાં આવી છે. લિયોનેલ મેસીના ૩૫ વર્ષના મોટા ભાઈ મૅટિઅસને સોમવારે સાંજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને તેના ઘરે લઈ જવામાં આïવ્યો હતો. ૩૦ નવેમ્બરે જ્યારે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તે લોહીથી લથપથ હાલતમાં મોટરબોટમાં મળ્યો હતો. તેની બોટ રેતીની ટેકરી સાથે અથડાઈ હતી. તપાસમાં તેની બોટમાંથી બંદૂક મળી આવી હતી. અગાઉ પણ તે હથિયાર રાખવા બદલ દોષી સાબિત થયો હતો.

(5:39 pm IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST