Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ જુનિય રેન્કિંગમાં ગુજરાતના માનવ ઠક્કરે મારી બાજી

નવી દિલ્હી:ગુજરાતના માનવ ઠક્કરે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસના રેન્કિંગમાં જુનિયર બોઈઝ કેટેગરીમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તે જુનિયર રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બનનારો સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી માનવ રેન્કિંગમાં બીજા ક્રમે હતો, પણ નવા જાહેર થયેલા રેન્કિંગમાં તેણે ચાઈનીઝ તાઈપેઈના લી હ્સીન યાંગને પાછળ ધકેલીને ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે. સુરતના માનવ ઠક્કરે ગત વર્ષે જુનિયર લેવલની ઈન્ડિયા ઓપન અને સ્લોવેનિયા ઓપન જીતી લીધી હતી. જ્યારે તે સર્બિયા અને થાઈલેન્ડમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં રનર્સઅપ બન્યો હતો, તેમ ગુજરાત સ્ટેટ ટેબલટેનિસ એસોસિએશનના સેક્રેટરી હરેશ સંગતાણીએ જણાવ્યું હતુ. 

(4:45 pm IST)