Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પોરબંદરના ખાંભોદરમાં ૩ કિલો ૭૯૦ ગ્રામ ગાંજાનું વાવેતર ઝડપાયું : આરોપી રાજકોટ જેલ હવાલે

પોરબંદર, તા.૩૧ : ખાંભોદરમાં ખેતરમાં ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના લીલાછોડનો ૩ કિલો ૭૯૦ ગ્રામ જથ્થો પોલીસે પકડીને ખાંભોદરના કેશુ નાથાભાઇ ગઢવાણિયા સામે ગુન્હો નોંધી રાજકોટ જેલ હવાલે મોકલી આપેલ છે.

અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગનાઓ તરફથી ગેરકાયદેસર નશીલા અને કેફી દ્રવ્યોના જથ્થાનું ઉત્પાદન-વાવેતર અને વેંચાણ કરનાર ઇસમો વિરૂદ્ધ અસરકારક કામગીરી કરવા અને આવા ગુન્હામાં પકડાયેલ ઇસમો ફરીથી આવી ગે.કા. માદક દ્રવ્યોની પ્રવૃતિ ન કરે તે સારૂ તેઓ વિરૂદ્ધ કાયદા હેઠળ દરખાસ્ત કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇ/ચા પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા દ્વારા અગાઉ એન.ડી.પી.એસ.ના કેસોમાં પકડાયેલ ઇસમ વિરૂદ્ધ દરખાસ્ત તૈયાર કરી જરૂરી અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી. ગોહિલ, એસઓજી પોરબંદરનાઓએ ખાંભોદર ગામેથી કેશુ નાથાભાઇ ગોઢાણીયા રહે. ખાંભોદર ગામ તા.જી. પોરબંદર વાાને વાવેતર કરેલ ગાંજાના લીલાછોડના જથ્થો વજન ૩(ત્રણ) કિલો ૭૯૦ ગ્રામ સાથે પકડેલ તે ઇસમ વિરૂદ્ધ હેઠળ અટકાયત કરવા અંગે દરખાસ્ત તૈયાર કરી અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગનાઓને મોકલી આપવામાં આવેલ અને તેઓ તરફથી આરોપીને કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવાના અધિનિયમ ૧૯૮૮ની કલમ-૩(૧) મુજબ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતા મજકુર આરોપી કેશુ નાથાભાઇ ગોઢાણીયા ઉ.વ.૪૭ રહે. ખાંભોદર ગામ નાગકા રોડ ગૌશાળાની પાસે તા.જી. પોરબંદર વાળાને સદરહું હુકમની બજવણી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

આ કામગીરી કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી. ગોહિલ,એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા, હેડ કોન્સ. મહેબુબખાન બેલીમ, સરમણભાઇ રાતીયા, પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, સંજયભાઇ ચૌહાણ, વિપુલભાઇ બોરીચા, મોહિતભાઇ ગોરાણીયા, ગીરીશભાઇ વાજા તથા માલદેભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

(11:39 am IST)
  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST