Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કચ્છમાં કબરાઉમાં શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર (મોગલ ધામ)માં ગુરૂપૂર્ણિમાની ભકિતભાવપૂર્વક ઉજવણી

વાંકાનેર, તા.૩૦: સામખીયારીથી ૩૫ કિલોમીટર અને ભચાઉ તાલુકાના કબરાઉ મુકામે આવેલ સૌરાષ્ટ્ર, કચ્છનું પવિત્ર યાત્રાધામશ્રી વડવાળી મણિધર મોગલ માતાજીનું મંદિર ( મોગલધામ ) ખાતે ગુરૂપૂર્ણિમાની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવેલ હતી શ્રી મોગલધામ ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો આવ્યા હતા અને શ્રી મોગલ માતાજીના દર્શન, મંગળા આરતીનો લાભ લઈ પૂજય મોગલકુળના બાપૂશ્રીનું સૌ ભાવિક ભકતજનોએ પૂજન અર્ચન કરી સૌ ભાવિકોએ પૂજય બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ભાવિકોએ પૂજન બાદ આરતી ઉતારેલ હતી, સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, હાલાર, ઝાલાવાડ, રાજકોટ, મોરબી, વાંકાનેર વગેરે ગામોગામથી ભાવિકો આવ્યા હતા,,

ગુરુપૂર્ણિમાનો રૂડો અવસર હોય માતાજીની આરતી, પૂજય બાપૂશ્રીનું પૂજન કરી સૌએ આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ વિશાળ સંખ્યામાં બપોરે ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો. સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે પૂજય બાપૂશ્રીએ પ્રવચન આપ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ કબરાઉ ખાતે શ્રી વડવાળી મણિધર મોગલ માતાજીનું મંદિર ( મોગલધામ ) ખુલ્લું જ રહેલ છે ભકતને વિકટ આપે ત્યારે કોના પાસે જાય, માં ના દ્વારે આવે, એટલે મોગલ માતાજીની કૃપાથી કોરોનામાં પણ મંદિર ખુલ્લું જ હતું, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે છેલ્લે પૂજય બાપૂશ્રીએ કહેલ માતાજી હવે કોરોના ની મહામારીમાંથી સહુને બચાવે એવી પ્રાર્થના કરૂ છું અને આપ સૌ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરશો, માતાજી સહુને સુખી રાખે એવા ગુરુપૂર્ણિમાના આશીર્વાદ પાઠવેલ હતા.

(12:04 pm IST)