Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કાલાવડ હાઇવે સિકસ લેઇન રોડ ઉપર કચરાના ઢગલા અને મોટા વૃક્ષોનું નડતર

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૩૦ : કરોડો ના ખર્ચે બનેલો રાજકોટ કાલાવડ સિકસ લેઇન રોડ ઉપર કચરાના ઢગલા અને મોટા વૃક્ષો રોડ ઉપર આવતા અકસ્માતનો ભય રોડ ફોરલેન્ડ મા પરીવર્તિત થવા લાગ્યો છે

છેલ્લા બે વર્ષથીપણ વધુ સમય થી રોડ ઉપર મજુરો ન હોવાના કારણે રોડ સાઇડની સફાઈ થયેલ નથી મેનટેનેશ માટે અધિકારી ઓ આવતા નથી મોટા વૃક્ષો રોડ ઉપર આવેલ હોય અકસ્માત થવાનો મોટો ભય મેટોડા જીઆઇડિસી એક વિકસિત ઉધૌગીક વિસ્તાર  હોય મોટા વાહન વ્યવહારના અવરજવર અને ટ્રાફિકની સમસિયાના નિવારણ માટે   સરકાર   દ્વારા રાજકોટ કાલાવડ રોડ ને ફોરલેન્ડ માથી સિકસલેન્ડ કરોડના ખર્ચે બનેલો છે પરંતુ PWDની ધોરબેદરકારીના કારણે રોડ નું સમય અંતરે સફાઈ કામ તેમજ મોટા વૃક્ષોનું મેનટેન થયેલ ન હોવાથી મેટોડા જીઆઇડિસી ગેઇટ નંબર ૩ થી ૧સુધી સિકસ લેન્ડ રોડની બંને બાજુ કચરાના ગંજ ખડકાયેલા હોય રોડ નાનો થય ગયેલ છે તેમજ મોટા મોટા બાવળો વધતા રોડ ઉપર આવી ગયેલ હોવાથી વાહન અકસ્માત થવાનો ભય વધી ગયેલ છે

(12:00 pm IST)