Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પરણિતાને પ્રેમ કરવો ભારે પડયો ! પ્રેમીએ અંગત પળોના ફોટો-વિડીયો ઉતારી દુષ્કર્મ ગુજારતા ફરિયાદઃ હળવદમાં ભદ્ર સમાજનો ચોંકાવનારો કિસ્સો

(દીપક જાની દ્વારા ) હળવદ, તા.૩૦: સુખી લગ્ન જીવન વચ્ચે પણ દ્યણા કિસ્સામાં પરણિત પાત્રો છાનેખૂણે પ્રેમ સંબંધો બાંધાતા હોય છે અને આવા લગ્નેતર સંબંધોનો હંમેશા કરૂણ અંજામ આવતો હોય છે, ત્યારે હળવદના ભદ્ર સમાજનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીતાના પ્રેમીએ અંગત પળોના ફોટો - વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાંવાઈરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે બ્લેકમેઇલર પ્રેમી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું બહાર આવ્યું છે.

હળવદના ભદ્ર પરિવારની પરણિત મહિલાએ કમલેશભાઈ ભીખાભાઈ ભોરણીયા સાથે આંખ મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતો અને પ્રેમમાં ગળાડૂબ બન્ને પાત્રોએ અંગત પળો પણ માણી હોય ભૂતકાળના ફોટા તથા વિડીયો પ્રેમી પાસે હોય આ ફોટોગ્રાફ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પ્રેમીએ પરિણીતા સાથે તેની મરજી વિરુદ્ઘ વારંવાર શરીર સંબધ બાંધ્યા હતા. આટલું ઓછું હોય તેવામાં નિર્લજ પ્રેમીએ પરિણીતાની સગીરવયની દીકરીને શારીરિક અડપલા કર્યા હોવાથી પ્રેમ કરવાની ભૂલ કરનાર પરણિતાએ પ્રેમીના કરતૂતોથી ત્રસ્ત બની અંતે હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે. ત્યારે ભદ્ર સમાજમાંથી બહાર આવેલા આ કિસ્સાએ હાલ હળવદમાં ભારે ચકચાર જગાવી છે.

(11:57 am IST)