Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મોરબી: માળીયાની ભીમસર ચોકડીએ દેશી દારૂ ભરેલી વેગનઆર ઝડપાઇ

દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર

મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ભીમસર ચોકડી નજીકથી દેશી દારૂ ભરેલી વેગનઆર કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બે શખ્સના નામ ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે ભીમસર ચોકડી નજીકથી પસાર થતી વેગનઆર કાર અટકાવી તલાસી લેતા કારમાંથી 195 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3900 મળી આવતા કાર ચાલક મહમદહુસેન ઉર્ફે સીંદબાદ મુસાભાઈ જેડા રહે.માળીયા વાળાને અટકાયતમાં લઈ રૂપિયા 65 હજારની કિંમતની વેગનઆર કબ્જે કરી હતી.
વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા મહમદહુસેન ઉર્ફે સીંદબાદે દેશી દારૂની હેરફેરમાં આરોપી મુસ્તાક અકબર જામ અને હુસેન ઇકબાલ ભટ્ટી રહે.માળીયા વાળાની સંડોવણી કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યાવહી હાથ ધરી હતી.

(12:12 am IST)