Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ટ્રાફીક શાખાએ પકડેલ વાહનની જામનગરમાં પોલિસ હેડ કવાર્ટસમાંથી વાહનની થઇ ચોરી

વાહન ચોરીમાં હોમગાર્ડનો જવાન પકડાયો:ટ્રાફીક શાખાએ ટોંઈન કરીને કરેલા વાહનોને હેડકવાર્ટસમાં રાખ્યા ત્યાંથી વાહનની ચોરી થઈ

જામનગરમાં પોલિસ હેડકવાર્ટસમાંથી વાહનની ચોરીની પોલિસ ફરીયાદ નોંધાઈ હતી. તે વાહન ચોરીમાં હોમગાર્ડનો જવાન પકડાયો છે. શહેરમાંથી ટ્રાફીક શાખાએ ટોંઈન કરીને કરેલા વાહનોને હેડકવાર્ટસમાં જયા રાખ્યા ત્યાંથી વાહનની ચોરી થઈ હવાનો ખુલાસો થયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહન ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો પોલિસ હેડકવાર્ટસમાંથી પણ વાહન ચોરી થઈ હોવાનુ પોલિસ ચોપડે નોધાયુ છે. ટ્રાફીક શાખા દ્રારા વાહન ટોઈંગ કરીને હેડકવાર્ટસ ટોંઈગ સ્ટેશન પર રાખવામાં આવે છે.

ગત 22 તારીખ ટોઈંગ કરવામાં આવેલ એકટીવા ત્યાં ન હોવાનું સામે આવ્યું. તો 28 તારીખે ટ્રાફીક શાખાના પોલિસ કર્મચારી ધેલુગર ગોસાઈ દ્રારા સીટી બી ડીવીઝનમાં પોલિસ ફરીયાદ નોંધાવામાં આવી. પોલિસ હેડકવાર્ટસમાંથી એક ગ્રે કલરનુ એકટીવાની ચોરી અજાણ્યા શખ્સે કરી હોવાની સીટી બી ડીવીઝનમાં પોલિસ ફરીયાદ મળતા આરોપીને ઓળખ મેળવીને તે પકડવા પોલિસે કામગીરી કરી હતી. હાલ પોલિસ ટીમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

ટાફીક શાખા દ્રારા દૈનિક અસંખ્ય વાહનને ડીટેઈન કરીને તેને ટોઈંગ સ્ટેશન પોલિસ હેડકવાર્ટસમાં રાખવામાં આવે છે. પરંતુ 22 તારીખે ડીટેન કરેલ એકટીવા પોલિસ હેડકવાર્ટસમાંથી ગાયબ થતા પોલિસમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. પોલિસે હેડકવાર્ટસના સીસીટીવીના મદદથી આરોપીને શોધીને તેની ઓળખ મેળવીને પકડી પાડયો હતો. જોગેન્દ્રસિંહ ગોહિલ જે હોમગાર્ડનો જવાન છે તેને પોલિસ પકડી પાડ્યો હતો. તેની પાસેથી હેડકવાર્ટસ પાસેથી ચોરી કરવામાં આવેલ એકટીવા મળી આવેલ જે એકટીવામાં નંબર પ્લેટ ન હતી. એન્જીન નંબરના આધારે તપાસતા તે એકટીવા જીજે-10- સીએફ-8005 જે ચોરી થયુ હતુ તે જપ્ત કરી લીધું હતું. પકડાયેલ આરોપી હોમગાર્ડના જવાનની પોલિસે પુછપરછ કરતા તેની પાસેથી વધુ એક ચોરીની મોટરસાઈકલ મળી આવ્યુ. જેની નંબર પ્લેટને નંબર ના દેખાય તે રીતે રાખવામાં આવી હતી. એક બાદ એક બે મોટરસાઈકની પોલિસ આરોપી પાસેથી જપ્ત કર્યા હતા.

જામનગર ટ્રાફીક પોલિસ શાખા દ્રારા વાહનો ટોંઈન કરીને પોલિસ હેડકવાર્ટસમાં રાખવામાં આવે છે. જયાંથી વાહનની ચોરી થતા પોલિસ પણ ચોકી ઉઠી હતી. ટોઈંગ કરેલા વાહનની ચોરી થતા ટ્રાફીક પોલિસે પોતાનુ વાહન ન હોવા છતા તેના કબજામાં રહેલા વાહનની ચોરી અંગે પોલિસ ફરીયાદ નોંધી હતી. જેમાં પોલિસ સાથે સુરક્ષાનુ કામ કરતી હોમગાર્ડના જવાન સંડોવણી ખુલતા પોલિસે તેની સામે કાર્યવાહી કરી હતી.

(12:33 am IST)