Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબી તાલુકાના ખારચિયા ગામે કારમાં આગ લાગી

મોરબી : હાલ કારમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે જેમાં વધુ એક બનાવ ખારચિયા ગામ નજીક બન્યો હતો જેમાં આઈ૨૦ કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી

 મોરબીના ખારચિયા ગામ નજીક આઈ ૨૦ કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી આગ લાગવાથી કાર બળીને ખાખ થવા પામી હતી જોકે બનાવમાં કોઈ જાનહાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી કાર ક્યાં કારણોસર લાગી તે પણ હાલ સ્પષ્ટ થયું નથી

(12:21 am IST)