Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબીના ઉદ્યોગોને જરૂરી લિગ્નાઈટનો જથ્થો ફાળવવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ

ચેમ્બર પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબીના મધ્યમ અને નાના ઉધોગોમાં વપરાતો લિગ્નાઈટ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી જેનું સંચાલન G.M.D.C. દ્વારા કરવામાં આવે છે જે રાજ્ય સરકારની સંસ્થા છે ત્યારે મોરબીના ઉદ્યોગો માટે જરૂરી લિગ્નાઈટનો જથ્થો ફાળવવા ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી છે

 મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીમાં આવેલ મધ્યમ અને નાના ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં લિગ્નાઈટ મળતો નથી જેથી ફેકટરીમાં સ્ટેગરીંગ કરવું પદે છે જેની સીધી અસર શ્રમિકોની રોજગારી પર પદે છે એકાદ વર્ષ પૂર્વે લિગ્નાઈટનો ભાવ રૂ ૨૫૦૦ હતો જે હાલમાં ૫૦૦૦ ની આસપાસ થવા પામ્યો છે જેથી ઉત્પાદિત વસ્તુની કિમતમાં વધારો થાય છે ઉપરાંત જીએમડીસી તરફથી નક્કી કરેલ ધોરણ પ્રમાણે લિગ્નાઈટ મળતો નથી

  જીએમડીસીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે અને દલાલો વધારે ભાવ લઈને ફેક્ટરીને લિગ્નાઈટ પૂરો પાડે છે જેથી બજાર કીમત કરતા વધારાના નાણા આપવામાં આવે તો લિગ્નાઈટ મોટા પ્રમાણમાં મળી સકે છે જેથી જીએમડીસીમાં કાર્યપ્રલાણીમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે અને વચેટિયાની હાજરી નાબુદ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે અને મોરબીના ઉદ્યોગને જરૂરી લિગ્નાઈટ જથ્થો મળતો રહે તે માટે માંગ કરી છે ૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી ના કરાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે   

(12:19 am IST)