Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબીના નાની વાવડી ગામે જનસંવાદ કાર્યક્રમ; યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

વાવડી ગામના યુવાનો પરિવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત વિધાનસભા ચુંટણીને પગલે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા મોરબી આવી પહોંચી હતી અને મોરબીમાં ફર્યા બાદ નાની વાવડી ગામે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં યુવાનો આપમાં જોડાયા હતા
ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજવામાં આવી રહી છે જે યાત્રા મોરબી આવી પહોંચતા મોરબીમાં બાઈક અને કાર રેલી યોજાઈ હતી અને બાદમાં નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ત્યારે વાવડી ગામના યુવાનો પરિવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

(11:46 pm IST)