Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબી: પેટ્રોલ પંપ ધારકોના લડતના માર્ગે, 31 મીએ પેટ્રોલ-ડિઝલની ખરીદી રહેશે બંધ.

મોરબી :છેલ્લા 6 વર્ષથી પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી ગેસના ડીલર માર્જિનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. જેને અનુલક્ષીને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ડિલર્સ પણ હવે લડતના માર્ગે પર આવી ગયા છે. અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આગામી 31મી મે ના રોજ “નો પરચેઝ” અભિયાન શરુ થનાર છે. આ અભિયાન હેઠળ પેટ્રોલ-ડીઝલની ખરીદી ડીલર્સ દ્વારા કરાશે નહીં.
જેને પગલે મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોના ધારકો દ્વારા પણ આગામી 31મી મે ના રોજ પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો હેરાન ન થાય તે માટે થઈને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી મોરબી જિલ્લાના પેટ્રોલ પંપના ધારકોએ આપી છે.
હાલ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની માંગ છે કે ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે, હવે જોવાનું રહેશે કે તેમની માંગ પુરી થાય છે કે નહીં.

(11:44 pm IST)