Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતા

હવામાન વિભાગની આગાહીને લઇને દ્વારકા-પોરબંદરના દરિયામાં મહદઅંશે કરંટ જોવાયો

અમદાવાદ :  હવામાન વિભાગ દ્વારા કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયુ છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને લઇને દ્વારકા-પોરબંદરના દરિયામાં મહદઅંશે કરંટ પણ જોવા મળી રહ્યો છે

 પોરબંદરનો દરિયો રફ બન્યાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિન સુધી ભારે પવન ફૂંકાશે. 40 થી 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી પોરબંદરના માછીમારોની સલામતીને ધ્યાને લઈને આગામી તા. 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવાનાં દબાણવાળા પટ્ટાને લઈને પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવા સાવધ કરવા સૂચના જારી કરાઇ છે. ત્યારબાદ માછી મારી અર્થે ગયેલી બોટોને પરત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી માછીમાર એસોસિએશન સાથે સંપર્ક સાથી કરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

(8:20 pm IST)