Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભાણવડ નજીક ૧૦ લાખની લુંટ

પેટ્રોલ પંપના માલીકને આંતરીને ૩ અજાણ્યા શખ્સો છરી બતાવીને રોકડ રકમ લઇને નાસી છુટયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩૦ઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ નજીક ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા દોડધામ મચી ગઇ છે. 

ભાણવડ ના ચાર પાટિયા નજીક ત્રણ શખ્સો દ્વારા પેટ્રોલ પંપના માલિક પાસે થી અંદાજે ૧૦ લાખની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા છે. 
ત્રણ મોટરસાયકલ ચાલક દ્વારા કારને ઉભી રખાવી છરી બતાવી લૂંટને અંજામ આપ્યો હતો. 
લૂંટના સ્થળ નજીક પાંચ કિલોમીટર ના અંતરમાં બે પોલીસ ચેકપોસ્ટ છે છતાં પણ લૂંટનો અંજામ આપીને આરોપી ફરાર થઈ ચૂકયા હતા.
પોલીસે સ્થળ પર નિરીક્ષણ કરીને આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

(3:27 pm IST)