Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કરમાળ કોટડાની મહિલાને જાતિ પ્રત્યે અપમાનીત કરી માર માર્યો

અગાઉ થયેલ ફરીયાદ પાછી ખેચવાનું કહી માર માર્યોઃ વડીયાના કનુ કહોર સામે ફરીયાદ

રાજકોટ તા. ૩૦ :.. આટકોટના કરમાળકોટડા ગામે મહિલાને જાતિ પ્રત્યે અપમાનીત કરી માર મારતા વડીયાના શખ્સ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ કરમાળકોટડા ગામે રહેતા ઇલાબેન લખમણભાઇ બાબરીયાએ કનુ દાનાભાઇ કહોર રે. વડીયા તા. જી. અમરેલી સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીની જમીન ફરીયાદીનાં પતિ વાવતા હોય પાકના હિસાબ બાબતે થયેલ ઝઘડા પોલીસ ફરીયાદ કરેલ હોય આ ફરીયાદ પાછી ખેચી લેવાનું કહી ફરીયાદીના પતિ દિનેશભાઇને ઝાપટ મારી હતી. અને વચ્ચે પડેલ ફરીયાદને જાતિ પ્રત્યે અપમાનીત કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એસ. સી. એસ. ટી. સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ ચલાવી રહ્યા છે.

(1:48 pm IST)