Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જામનગરમાં બાથરૂમમાં પડી જતા વૃઘ્‍ધનું મોત

જામનગર, તા.૩૦: અહીં મંગલધામ સોસાયટી, શુભમ રેસીડેન્‍સીની સામે, રણજીતસાગર રોડમાં રહેતા આશિષ જયવંતભાઈ સોલંકી, ઉ.વ.૩૪ એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૯-પ-ર૦રરના આ કામે મરણજનાર જશવંતભાઈ ડાયાલાલ સોલંકી, ઉ.વ.૬૪ પોતાના ઘરે બાથરૂમમાં જતા પડી જતા મૃત્‍યુ પામેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, મયુરનગર, વામ્‍બે આવાસ, બ્‍લોક નં.-૯, રૂમ નં.૪, જામનગરમાં આરોપી પરવેઝ મહમદયાસીન બ્‍લોક મકરાણી, બોટલ નંગ-ર કિંમત રૂ.૮૦૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકામાં ક્રિકેટ મેચ પર જુગાર

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભાયાભાઈ આશાભાઈ મસુરા એ ફરીયાદ નોંધાવી છે કે, કારાભુંગા, રીક્ષા સ્‍ટેન્‍ડમાં આરોપીઓ રાજેશ નાનજીભાઈ પરમાર, અભયકુમાર સેલ્‍વરાજન ઐયર, કાન્‍તી રણછોડ અલગોતર, નરેશ પુંજાભાઈ ભાંભી ક્રિકેટ મેચના ખેલાડીઓની ચીઠ્ઠી બનાવી ચીઠ્ઠીનો મોબાઈલમાં ફોટો પાડી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦રપ૦ તથા મોબાઈલ ફોન નંગ-૪ મળી કુલ મુદામાલ રૂ.૩૦,રપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રાફા ગામે જુગાર

શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નવલભાઈ નારણભાઈ આશાણી એ ફરીયાદ નોંધાવી છે કે,  ધ્રાફાગામની  દરેડ સીમ વિસ્‍તારમાં ફુલજર નદીના કાંઠે બાવળના ઝાડ પાસે આરોપીઓ બાવનજીભાઈ નાગજીભાઈ ખાંટ, ચંદુભાઈ છગનભાઈ રાબડીયા, ધીરજભાઈ છગનભાઈ ડેડણીયા, યશવંતંિસંહ જેઠુભા જાડેજા, મુળરાજસિંહ બળવંતસિંહ જાડેજા, જયરાજસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા, મહાવીરસિંહ અનુભા જાડેજા, રે. જામજોધપુરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૬પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:43 pm IST)