Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સાવરકુંડલા ખાતે સી એન.જી. પંપ બનાવવા લોક માંગ

 (ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૦ : સાવરકુંડલા શહેર માં સી એન જી.પંપ નો હોવા ના કારણે વાહન ચાલકો ને વ્યાપક પરેશાની ઓ નો સામનો કરવો પડે છે.

અમરેલી જિલ્લા નો સૌથી મોટો અને ૨ લાખ આસ પાસ ની વસ્તી ધરાવતો સાવરકુંડલા તાલુકા ની જનતા સી એન જી  પેટ્રોલ પંપ ન હોવાથી ખૂબ હાલાકી વેઠી રહ્યાં છે તો તાત્કાલિક સી એન જી પેટ્રોલ પંપ બનાવવા ની પ્રબળ માગ ઉઠવા પામી છે. ભાજપ સરકારે તમામ ક્ષેત્રે વિકાસ કર્યો છે તે વાત હળાહળ જૂઠી છે અત્રે ના ૨ લાખ વસ્તી વાળા તાલુકામાં સી એન જી પેટ્રોલ પંપ નો હોય તે વિકાસ કહેવાય નાના તે જનતા ની પરેશાની કહેવાય  સાવરકુંડલા તાલુકા માં સી એન જી પેટ્રોલ પંપ ન હોવા થી  વાહન ચાલકો ને સી એન જી ગેસ પુરાવવા માટે અમરેલી અથવા આગરિયા અથવા શેલણા જવું પડે છે આ ત્રણેય ગામ સાવરકુંડલા થી ૩૦ થી ૩૫ કિલો દૂર થાય છે  એટલે સાવરકુંડલા તાલુકા ના સી એન જી વાહન ધારકો ને સી એન જી ગેસ પુરાવવા માટે ૩૦ થી ૩૫ કિલો મીટર દૂર દૂર જવું પડે છે તો સી એન જી વાહન ધારકો ના પ્રશ્નોનો ઉકેલ આવશે ખરા ? તેવો વેધક સવાલ લોકો માંથી ઉઠવા પામેલ હતો    લોક પ્રધિનિધિ એ જનતા ની સુખાકારી માટે સી એન જી પેટ્રોલ પંપ બનાવવા માટે કાઈ મહેનત કરી છે ખરા? કે પછી જનતા ભલે થાય પરેશાન ?  ગુજરાત ના તમામ શહેરો માં સી એન જી પેટ્રોલ પંપ છે નથી તો માત્ર સાવરકુંડલા શહેર માં તેનું કારણ શું ? તે જનતા ને સમજાશે ખરા?   સી એન જી પેટ્રોલ પંપ ની મંજૂરી લેવા માં ખેંચતાણ તો નથી થતી ને? તેના કારણે પણ સી એન જી પેટ્રોલ પંપ બનતો ન હોય તેવું પણ એક અનુમાન છે લોકો નું  વિકાસ ની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી વાળા ઓ તાત્કાલિક સાવરકુંડલા શહેર માં સી એન જી પેટ્રોલ પંપ ની મંજૂરી લિયાવી ને જનતા ની પરેશાની ને તાત્કાલિક દૂર કરી તેવી માંગ ઉઠી છે.

(1:43 pm IST)