Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

એક મિત્રની પીઠ પર સવાર થઇને ફરવા નીકળ્‍યું બીજું સિગલ પક્ષી : વીડિયો વાયરલ

યે દોસ્‍તી હમ નહીં તોડેગે

એક અદ્ભુત વીડિયો ટ્‍વિટરમાં શેર કરવામાં આવ્‍યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિગલ પક્ષી બીજા સિગલ પક્ષીની પીઠ પર સવાર થઈ રહ્યું છે. આમ કરીને તે હવામાં મફતની સવારી કરી રહ્યું છે. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સે ભાગ્‍યે જ પહેલા જોયો હશે. આ વીડિયો જોઈને લોકોએ ખૂબ જ મજા લીધી.

તમે જોશો કે સિગલ એકબીજાની ઉપર બેસીને હવામાં મુસાફરી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરવાની સાથે યુઝરે કેપ્‍શનમાં લખ્‍યું કે, સિગલ ફ્રીમાં મુસાફરી કરી રહ્યો છે.વીડિયો જોઈને એક યુઝરે લખ્‍યું કે, મોટા સિગલ નાના સિગલ થી કંટાળી ગયા બાદ તેને પીઠ પર કયાંક લઈ જઈ રહ્યા છે. તે જ સમયે, અન્‍ય એક યુઝરે લખ્‍યું કે મોટો સિગલ અન્‍ય પક્ષીને ઉડવાની તાલીમ આપી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સીગલ વિશે એવું કહેવામાં આવે છે કે તે મફતખોર પ્રજાતિનું પક્ષી છે. તે ઘણીવાર પક્ષીઓનો ખોરાક ચોરીને ભાગી જાય છે. તે માનવીના ખોરાકની ચોરી કરતો પણ જોવા મળ્‍યો છે. સીગલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વિડિયોમાં, સીગલ બગીચાના ટેબલ પર મૂકેલા પિઝા સાથે ઉડી ગયો. સીગલ બિસ્‍કીટના પેકેટ સાથે પણ ઉડતો જોવા મળે છે.

(1:41 pm IST)