Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ટંકારામાં લો વોલ્‍ટેજની સમસ્‍યાથી ભારે પરેશાની

ટંકારા,તા.૩૦ : અહી ૧૩૨ કેવી સબસ્‍ટેશન કાર્યરત હોવા છતાં ગ્રામજનોને યોગ્‍ય, નિયમ મુજબનો વીજપુરવઠો પીજીવીસીએલ તંત્ર પુરો પાડી શકતું નથી જેને કારણે ગામમાં ઘણા વિસ્‍તારોમાં ઘેર ઘેર ઉનાળાની અસહ્ય ગ૨મી વચ્‍ચે લો વોલ્‍ટેજની રોજીંદી સમસ્‍યા સર્જાઈ રહી છે.ગામમાં સર્જાતા લોવોલ્‍ટેજના કારણે ગ્રામજનોના ટીવી, ફ્રીઝ, એ.સી.,પાણીની મોટરો,પંખા જેવા ઈલેક્‍ટ્રીક મોટર જેવા ઉપકરણોને વ્‍યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્‍યો છે. તો બીજી તરફ ગામના જુદાજુદા વિસ્‍તારોમાં સર્જાતી લો વોલ્‍ટેજની સમસ્‍યાને લઈને જીવાપરા શેરી મોમિન વાસના ૫૦ જેટલા પરીવારે તંત્રને લેખિતમાં રજૂઆત કરી યોગ્‍ય કરવા જણાવ્‍યું છે સાથે સાથે અપાશરા શેરી લો વાસ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વાળી શેરી ત્રણ હાટડી મકનાની શેરીના રહિશોએ તો લો વોલટેજ સાથે એડજસ્‍ટ થઈ સમસ્‍યા કાયમી સ્‍વિકારી લીધી છે. વાત આટલેથી અટકતી નથી પણ પોતાને પ્રજાના સેવક ગણાવતા નેતાઓ અને ગ્રાહકોના હમદર્દ ના બેનરીયા લગાવી ફરતા પણ આ બાબતે મોઢામાંથી એક શબ્‍દ પણ ઉચ્‍ચારતા નથી ત્‍યારે જોવુ એ રહુ કે ઝાટકા માથી મુકતી કયારે મળે છે.

  ટંકારા ટાઉનમાં લગભગ અડધો અડધ મકાન માલિકો માઈગ્રેડ કરી અન્‍ય શહેરમા વસવાટ કરે છે માત્ર શની રવી કે રજામા માદરે વતન આવે છે ત્‍યારે લાઈટનો ઉપયોગ કરે છે ત્‍યારે સવાલ એ છે કે જો આટલા મિટર બંધ હોય છતા વિજ પુરવઠો પુરો નથી મળતો તો પછી બધા ગ્રાહકો લાઈટ વપરાશ કરે તો થાય શું? 

(1:38 pm IST)